જામનગરની વધુ એક પરણીતાને સાસરિયાઓનો સીતમ: મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
જામનગરની વધુ એક પરણીતાને સાસરિયાઓનો સીતમ: મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ 1 - image


Image Source: Freepik

જામનગરની એક પરણીતાને રાજકોટમાં રહેતા તેણીના સાસરિયાઓએ સીતમ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણી જામનગર માવતરે રોકાવા આવ્યા પછી મહિલા પોલીસ મથકમાં પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં ગુરુદ્વારા મંગલબાગ શેરી નંબર-2માં રહેતી હેત્વીબેન પુનિતભાઈ પડિયા નામની 24 વર્ષની પરણિત યુવતીએ પોતાને મારકૂટ કરી ત્રાસ ગુઝારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે રાજકોટમાં રહેતા પોતાના પતિ પૂનિતભાઈ હરેશભાઈ પડિયા, સાસુ હર્ષાબેન હરેશભાઈ પડિયા, સસરા હરેશભાઈ છગનભાઈ પડીયા અને નણંદ કિંજલબેન હરેશભાઈ પડિયા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.


Google NewsGoogle News