આવતી કાલે 14 ફેબ્રુઆરીએ યુવા વર્ગમાં વેલેન્ટાઈન ડે નો થનગનાટ

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
આવતી કાલે 14 ફેબ્રુઆરીએ યુવા વર્ગમાં વેલેન્ટાઈન ડે નો થનગનાટ 1 - image


જામનગરમાં લવ ફેસ્ટીવલને પગલે 'ગીફ્ટ' માર્કેટમાં ઝગમગાટ

જામનગર, તા. 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર

વેલેન્ટાઈન ડે અને વસંત પંચમી એક સાથે આવતા પાશ્વાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ બંને અનુસાર પ્રેમની મોસમ ખીલવાનો અવસર એકસાથે જ આવ્યો છે. પ્રેમનાં એકરાર માટેનું વણલખ્યું મુહૂર્ત એટલે વેલેન્ટાઇન - ડે. પ્રિયપાત્રને ભેટ આપી રેશમી લાગણીઓ પ્રદર્શિત કરવાનો અવસર યુવક-યુવતીઓ ચૂકવા માંગતા નથી. અને એકબીજાનાં બની ચૂકેલા સફળ પ્રેમીઓ પણ પ્રેમને વધુ ગાઢ બનાવવા લવ ફેસ્ટીવલ ઉજવવા તત્પર હોય છે, ત્યારે જામનગરમાં ગીફટ માર્કેટમાં તેજીને પગલે ઝગમગાટ જોવા મળી રહ્યો છે. 

આવતી કાલે 14 ફેબ્રુઆરીએ યુવા વર્ગમાં વેલેન્ટાઈન ડે નો થનગનાટ 2 - image

બ્રિયોની ગીફ્ટનાં સંચાલક સંકેતનાં જણાવ્યાનુસાર આ વખતે માર્કેટમાં ૨૫૦ રૂ. થી ૫૦૦૦ સુધીની શ્રેણીમાં વિવિધ ગીફ્ટ આઇટમ ઉપલબ્ધ છે. કપલ રીંગ, ડાન્સીંગ કપલ, હાર્ટ શેપ બ્રેસલેટ વગેરે આઇટમોમાં નવી વેરાયટી સાથે જ લેખિતમાં પ્રેમ પ્રદર્શનનું પરંપરાગત માધ્યમ એવા કાર્ડ પણ વેચાઇ રહ્યા છે. ગોલ્ડન રોઝ, ઇમ્પોર્ટેડ ચોકલેટ વગેરે પણ ડિમાન્ડમાં છે. યુવા વર્ગમાં આવતીકાલે પ્રેમનો ઉત્સવ મનાવી લેવા જોશ હાઇ છે.

આવતી કાલે 14 ફેબ્રુઆરીએ યુવા વર્ગમાં વેલેન્ટાઈન ડે નો થનગનાટ 3 - image


Google NewsGoogle News