Get The App

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ તંત્ર દ્વારા આજે સતત ચોથા દિવસે વીજ ચેકિંગની કાર્યવાહી

Updated: Oct 29th, 2021


Google NewsGoogle News
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ તંત્ર દ્વારા આજે સતત ચોથા દિવસે વીજ ચેકિંગની કાર્યવાહી 1 - image


- ભાણવડ અને ખંભાળિયા પંથકમાં ગઈકાલે 99 વીજ જોડાણમાંથી વધુ 21.12 લાખની વીજચોરી ઝડપાઇ

જામનગર,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર

જામનગર શહેર અને જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજતંત્ર દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના આજે સતત ચોથા દિવસે પણ વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. ગઈકાલે 99 વીજ જોડાણમાંથી વધુ 21.12 લાખની વીજચોરી પકડાઈ છે.

પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ દ્રાઈવ દ્વારા મંગળવાર અને બુધવારના બે દિવસો દરમિયાન જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી 52 લાખની વીજચોરી પકડી પાડયા પછી ગઈકાલે ભાણવડ-વડતરા સહિતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના ડીવીઝનમાં વીજતંત્ર ટુકડીને દોડતી કરાવાઈ હતી, અને કુલ 637 વીજજોડાણ ચેક કરાયા હતા. જેમાં 99 વીજ જોડાણમાં ગેરરીતિ મળી આવી હતી. જેઓને 21.12 લાખના વીજચોરીના બિલ ફટકારવામાં આવ્યા છે.

આ ઉપરાંત આજે સતત ચોથા દિવસે જામનગર જિલ્લાના ધ્રોલ અને કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં 37 ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી છે જેઓ માટે 23 લોકલ પોલીસ અને 17 એસઆરપી મેને મદદ માટે ઉતારાયા છે તેમ જ ત્રણ વીડિયોગ્રાફર પણ મદદ લેવામાં આવી રહી છે.


Google NewsGoogle News