જામનગર શહેર, ધુંવાવ અને મોરકંડામાં જુગારના ત્રણ દરોડા : ૩ મહિલા સહિત 14 જુગારીઓની રૂ.23,570 સાથે અટકાયત
Gambling Crime Jamnagar : જામનગર શહેર તેમજ ધુંવાવ અને મોરકંડામાં ગઈકાલે પોલીસે જુદા જુદા ત્રણ દરોડા પાડયા હતા. જેમાં ત્રણ મહિલા સહિત 14 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 23,570ની મત્તા કબ્જે કરી હતી.
જામનગર નજીકના મોરકંડા ધાર વિસ્તારમાં પુલની પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં તીનપતી નામનો જુગાર રમી રહેલ રાજેશ ભોજાભાઈ નકુમ, રાજેશ રમેશભાઈ વીરમગામા, ભાવનાબેન ડાયાભાઈ સોલંકી, મુનીબેન ડાયાભાઈ સોલંકી, ચંદ્રીકાબેન વિજયભાઈ વીરમગામા અને સવિતાબેન રમેશભાઈ વીરમગામા સહિતનાઓની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂપિયા 4800 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત જામનગરમાં ગરીબનગર, પાણાખાણ વિસ્તારમાં આવેલ કાંતિ મીલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા જાફર ઈબ્રાહિમ બુખેરા, સલીમ કરીમ મીયાણા, રજાક સીદીકભાઈ બુખેરા, એલીયાસ ઉમરભાઈ જામ અને અકરમ જુનુસભાઈ માણેક સહિત પાંચ શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી 16,300ની રોકડ મત્તા કબ્જે કરી છે.
જ્યારે ત્રીજો દરોડો જામનગર તાલુકાના ધુંવાવ ગામે હાઉસિંગ બોર્ડ પાસે હુસેની પાનવાળા ચોકમાં જાહેરમાં તીનપતિ નામનો જુગાર રમી રહેલ મહેબુબ અઝીજશા શાહમદાર, શબ્બીર અબ્બાસભાઈ રફાઈ અને રમેશ સુરેશભાઈ ગોહિલ સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂ.2470 કબ્જે કર્યા હતા.