જામનગરના પોલીસ બેડામાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા ત્રણ પોલીસ કર્મચારીઓને વિદાય માન અપાયું
જામનગર,તા.05 મે 2023,શુક્રવાર
જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ કે જેઓ 30 એપ્રિલના દિવસે નિવૃત્ત થયા છે, તેઓને જામનગરના જિલ્લા પોલીસવડા દ્વારા મોમેન્ટો અર્પણ કરીને વિદાય માન અપાયું હતું.
જામનગરના પોલીસ બેડામાં ગત તારીખ 30.04.2023ના રોજ વય મર્યાદાના કારણે નિવ્રુત થયેલા પોલીસ કર્મચારીઓ હંસરાજ કરશનભાઇ વૈષ્ણવ, (સીટી-બી. ડીવી.પો.સ્ટે. જામનગર), મગનલાલ માધાભાઇ કોઠીયા, (બી.ડી.ડી.એસ. જામનગર), તેમજ બળવંતસિંહ હરીસિંહ સોઢા (પોલીસ હેડ ક્વાર્ટર જામનગર)નો વિદાય સમારોહ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા રાખવામાં આવ્યો હતો.
જેમાં ત્રણેય પોલીસ કર્મચારીઓને તેઓની ફરજ બજાવવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા, અને તેઓને મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.