જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ PI તેમજ 18 PSIની બદલી કરાઈ
જામનગર,તા.01 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ફરજ બજાવતા ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ 18 પીએસઆઇની રાજ્ય સરકાર દ્વારા ફેર બદલીઓ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી લક્ષી કાર્યવાહીના અનુસંધાને બે વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવતા સરકારી કર્મચારીઓની ફેરબદલીઓનો દોર હાથ ધર્યો છે, જેના અનુસંધાને ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે બદલીનો ગંજીપો ચીપ્યો હતો, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી.આઈ. એ.વાય.બ્લોચ અને એચ.જી. દેસાઈની સીઆઇડી ક્રાઈમમાં બદલી કરાઇ છે. જયારે જામનગરના પી.આઇ. પી.એલ.વાઘેલાની મહેસાણા બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત દેવભૂમિ દવારકાના પીએસઆઈ એચ.વી.ગલચરની રાજકોટ ગ્રામ્યમાં જયારે એમ.કે.ગઢવીની ભરૂચ બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના પી.એસ.આઇ એમ.એન. જાડેજાની સી.આઈ.ડી. ક્રાઈમમાં, એસ.વી. સમાણીની મોરબી, જયારે ડી.બી. લાખણોત્રાની પશ્ચિમ કચ્છમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત જે.ડી.પરમારની જીઈબી બરોડા, કે.આર.રાવલ ની અમદાવાદ શહેર, એચ.વી.પટેલની રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત પી.એસ.આઇ. વી.કેગઢવીની સુરત, એમ.બી.વસાવાની અમદાવાદ શહેર, ડી.એસ.વાઢેરની અમદાવાદ શહેર, બી.એસ.વાળાની વડોદરા શહેર, કે.આર. સિસોદિયાની અને કે.વી.ઝાલાની સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત આર.એલ.ઓડેદરા અને વી.કે.રાતિયાની અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત પીએસઆઇ જે.જી.ઝીંઝુવાડિયાની અમદાવાદ શહેરમાં બદલી કરાઇ છે.