જામનગરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતાં ત્રણ શખ્સ 10 બોટલ સાથે ઝડપાયા

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતાં ત્રણ શખ્સ 10 બોટલ સાથે ઝડપાયા 1 - image

image : Freepik

Jamnagar Liquor Crime : જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે મોટર સાયકલ સવાર ત્રણ શખ્સને વિદેશી દારૂની 10 બોટલ સાથે ઝડપી લઈ રૂ.50 હજારનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

   પ્રાપ્ત વિગત મુજબ જામનગર શહેરમાં ક્રિસ્ટલ મોલ સામેના રોડ પરથી એક્ટિવા મોટર સાયકલમાં પસાર થઈ રહેલા દિવ્યરાજસિંહ જુવાનસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ જુવાનસિંહ વાળા અને રાજેશ રમણિકલાલ ગોસરાણી નામના ત્રણ શખ્સને સિટી સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે અટકાવી તલાશી લેતા તેઓ પાસેથી રૂ.10 હજારની કિંમતની વિદેશી દારૂની 20 નંગ બોટલ મળી આવતાં ત્રણેયની ધરપકડ કરી વિદેશી દારૂ અને મોટર સાયકલ સહિત કુલ મળી રૂ. 50 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.


Google NewsGoogle News