જામનગર શહેરમાંથી વધુ ત્રણ સેલફોન અને એક મોટર સાયકલની ચોરી થઈ ગયાની ફરિયાદ

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
જામનગર શહેરમાંથી વધુ ત્રણ સેલફોન અને એક મોટર સાયકલની ચોરી થઈ ગયાની ફરિયાદ 1 - image


- શહેરની સેટેલાઈટ સોસાયટીમાંથી ઘરની બહાર ખાટલા ઉપર રાખેલા આઈફોન સહિત ત્રણ મોબાઈલ ચોરાયા: એક બાઇકની પણ ઉઠાંતરી

જામનગર,તા.11 ઓક્ટોબર 2023,બુધવાર 

જામનગર શહેર જિલ્લામાં સેલફેન ચોરી અને મોટર સાયકલ ચોરનાર ગેંગ સક્રિય થઈ હોય તેમ દિન પ્રતિદિન ચોરીના બનાવો નોંધાઈ રહ્યા છે. ત્યારે જામનગર શહેરના મોરકંડા રોડ પર આવેલ સેટેલાઈટ સોસાયટીમાંથી 3 સેલફોન જયારે હાઈવે ટેન હોટલ બહાર પાર્ક કરેલું મોટર સાયકલની ચોરી થઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.  

પોલીસ સુત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ સેટેલાઈટ સોસાયટીના શેરી નં.3માં રહેતા સુલેમાન ખત્રી ગત તા.09-10-2023 ના રોજ રાત્રિના બહાર વાગ્યાના અરસામાં પેાતાની પુત્રી સાથે ઘરની બહાર ખાટલે બેઠા હતા ત્યારે તેમના પત્નીએ બુમ પાડતા પોતે અને તેમની પુત્રી પોતાના ત્રણ સેલફોન ખાટલા ઉપર મુકી ઘરમાં ગયા હતાં, અને થોડીવાર પછી બહાર આવતાં ખાટલાં ઉપર રાખેલા ત્રણેય મોબાઈલ જોવા ન મળતાં કોઈ અજાણ્યા ચોર ત્રણેય મોબાઈલ ફોનની ચોરી કર્યા હોવાની સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

હાઈવે ટેન હોટલના સિકયોરીટી ગાર્ડનું મોટર સાયકલ ચોરાયું

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલ હાઈવે ટેન હોટેલના સિકયોરીટી ગાર્ડનું મોટર સાયકલની ચોરી થયા હોવાનું બનાવ પંચકોશી બી. ડીવીઝન પેાલીસ મથકે નોંધાયો છે. ચેલા ગામમાં રહેતા મછાભાઈ વિરમભાઈ ગમારા ગત તા.30.6.2023 ના રોજ પોતાના ઘરેથી હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર રજી. નંબર જીજે-10-ડી.પી.0278 લઈને હાઈવે હોટલમાં નોકરીએ આવેલ અને પોતાની મોટર સાયકલ હોટલની બહાર પાર્ક કરી હતી. અનેમધરાતે સાડા ત્રણ વચ્ચે બહાર આવીનેજોતા મોટર સાયકલ ન દેખાતા આજુબાજુમાં તપાસ કરતાં આજ દિવસ સુધી મળી ન આવતાં પંચકોષી બી ડીવીઝનમાં અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે.



Google NewsGoogle News