Get The App

જામનગર શહેર અને કાલાવડની ત્રણ યુવતીઓ લાપતા: પોલીસ મથકમાં ગુમનોંધ કરાવ્યા પછી પોલીસ તંત્ર દ્વારા શોધખોળ

Updated: Jan 17th, 2022


Google NewsGoogle News
જામનગર શહેર અને કાલાવડની ત્રણ યુવતીઓ લાપતા: પોલીસ મથકમાં ગુમનોંધ કરાવ્યા પછી પોલીસ તંત્ર દ્વારા શોધખોળ 1 - image


જલ્પાબેન આહીર

જામનગર, તા. 17

જામનગર શહેરમાં રહેતી એક યુવતી ગુમ થઈ છે, જ્યારે કાલાવડ પંથકના ભીમાનુ ગામ અને મીઠી વીરડી ગામ ની બે યુવતી લાપતા બની છે. જેથી પરિવારજનો દ્વારા પોલીસમાં ગૂમનોંધ કરાવાયા પછી પોલીસ તંત્ર ત્રણેય યુવતીઓને શોધી રહ્યું છે.

કાલાવડ તાલુકાના ભીમાનુ ગામ માં રહેતી જલ્પાબેન આહીર નામની 22 વર્ષની યુવતી કે જે 26.11.21 ના દિવસે પોતાના ઘેરથી કપડા ધોવા જવાનું કહીને તેણી એકાએક લાપતા બની ગઈ હતી. જેની શોધખોળ પછી પણ કોઇ પત્તો સાંપડ્યો નથી.

પરંતુ તેણી રાજકોટના ત્રિશુલ ચોક માં રહેતા યસ નિલેશભાઈ મકવાણાના સંપર્કમાં હોવાનું પરિવારજનોને જાણવા મળ્યું હતું. જે શખ્સ પણ ગાયબ હોવાથી તે યુવતીને ઉઠાવી ગયો હોવાની આશંકા દર્શાવી છે. જેને કાલાવડ ગ્રામ્ય પોલીસ શોધી રહી છે.


જામનગર શહેર અને કાલાવડની ત્રણ યુવતીઓ લાપતા: પોલીસ મથકમાં ગુમનોંધ કરાવ્યા પછી પોલીસ તંત્ર દ્વારા શોધખોળ 2 - image

છાયાબેન કોઠીયા

આ ઉપરાંત કાલાવડ તાલુકાના મીઠી વીરડી ગામમાં રહેતી કોમલબેન કાનજીભાઈ વડુકર નામની વીસ વર્ષીય યુવતી કે જે પણ પોતાના ઘેરથી દોરાના કારખાનામાં નોકરીએ જવાનું કહીને 15મી જાન્યુઆરીએ લાપતા બની છે, જે અંગેની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ કરાવ્યા પછી કાલાવડ પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

જામનગર શહેર અને કાલાવડની ત્રણ યુવતીઓ લાપતા: પોલીસ મથકમાં ગુમનોંધ કરાવ્યા પછી પોલીસ તંત્ર દ્વારા શોધખોળ 3 - image

કોમલ બેન વડુકર

ગુમ થયાનો ત્રીજો કિસ્સો જામનગરમાં બન્યો છે. જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં રહેતી છાયાબેન વિષ્ણુભાઈ કોઠીયા નામની 25 વર્ષની યુવતી પણ પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઇ હોવાથી પરિવારજનો દ્વારા ગૂમનોંધ કરાવવામાં આવી છે. જામનગર શહેર અને કાલાવડ પંથકમાં એકીસાથે ત્રણ યુવતીઓની ગુમ થયા અંગેની ફરિયાદ લઈને ચકચાર જાગી છે.


Google NewsGoogle News