જામનગરના ધ્રોલમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ જુગારીઓ પકડાયા
Jamnagar Gambling Crime : જામનગર જિલ્લાના ધ્રોલમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા અમીર હુસેન જાવેદભાઈ સુમારીયાઝ, સંજય બાબુભાઈ દેવીપુજક અને ઇમરાન ફારૂકભાઈ નાગાણીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 2,810 ની રોકડ રકમ કબજે કરી છે.
આ ઉપરાંત લાલપુરમાં વાલ્મીકિવાસમાં રહેતા દિપક શામજીભાઈ માંડવીયા નામના 55 વર્ષના પ્રૌઢને જાહેરમાં વરલી મટકાના આંકડા લખવા અંગે પોલીસે ઝડપી લીધા છે.