Get The App

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઘોડીપાસાના જુગાર અંગે દરોડો: ત્રણ પકડાયા: એક ફરાર

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઘોડીપાસાના જુગાર અંગે દરોડો: ત્રણ પકડાયા: એક ફરાર 1 - image

જામનગર,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડીપાસા વડે હારજીતના જુગાર રમી રહેલા ત્રણ શખ્સોની અટકાયત કરી છે, જ્યારે એક શખ્સ ભાગી છૂટ્યો છે, જેને ફરારી જાહેર કરાયો છે. 

 જામનગરના સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શેરી નંબર 58માં કેટલાક શખ્સો જાહેરમાં એકત્ર થઈને ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે મહેશ ઉર્ફે ભૂરો નંદલાલ મલકાણી, માધવજી ઉર્ફે માધિયો અરજણભાઈ ચાંદ્રા, અને કિશોર દયાળજીભાઈ મંગેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 10,190 ની રોકડ રકમ અને ઘોડીપાસાનું સાહિત્ય કબજે કર્યું છે.

 આદરોડા દરમિયાન શેરી નંબર 58માં રહેતો અશોક ઉર્ફે પપી કાકુભાઈ ભદ્રા નામનો શખ્સ ભાગી છુટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરી. શોધ ખોળ હાથ ધરવામાં આવી રહી છે.


Google NewsGoogle News