જામનગરમાં તસ્કરોએ આધાર કાર્ડ કઢાવવાની ઓફિસને પણ છોડી નહીં : બાંકોરૂં પાડી ચોરીનો પ્રયાસ

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
જામનગરમાં તસ્કરોએ આધાર કાર્ડ કઢાવવાની ઓફિસને પણ છોડી નહીં : બાંકોરૂં પાડી ચોરીનો પ્રયાસ 1 - image


Jamnagar Theft Case : જામનગરમાં તળાવની પાળે આવેલા જામનગર મહાનગરપાલિકાના આધારકાર્ડ કઢાવવા માટેના સેન્ટરમાં પણ તસ્કરોએ મુખ્ય દરવાજામાં બાકોરૂ પાડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે તસ્કરો માત્ર રોકડ રકમની ચોરી કરવાના ઇરાદે ઘુસ્યા હોવાથી લેપટોપ-કોમ્પ્યુટર-પ્રિન્ટર વગેરે સામગ્રીને હાથ અડયા વિના ખાલી હાથે પરત ફર્યા હતા જેથી હસકારો અનુભવાયો છે.

જામનગરમાં તળાવની પાર પર આવેલા આધારકાર્ડના સેન્ટરમાં ગઈ રાત્રી દરમિયાન કોઈ તસકરો ત્રાટક્યા હતા, અને લાકડાના દરવાજામાં બાકોરૂં પાડી દીધું હતું, અને અંદર પ્રવેશ મેળવી લીધો હતો, તસ્કરોએ અંદર આટા ફેરા કર્યા પછી કેટલોક સામાન રફે દફે કર્યો હતો, અને રોકડ રકમ પડી હોય તો તે ચોરવા માટેની કોશિશ કરી હતી. પરંતુ તસ્કરોને કોઈ પણ પ્રકારની રોકડ હાથ લાગી ન હતી.

જો કે આ સેન્ટરમાં ત્રણથી વધુ લેપટોપ તેમજ કોમ્પ્યુટર પ્રિન્ટર સહિત ની તમામ સામગ્રીઓ મૂકેલી હતી, પરંતુ તસ્કરો એ તેને હાથ પણ લગાવ્યો ન હતો, અને માત્ર રોકડની ચોરીનો પ્રયાસ કર્યા પછી તેમાંથી ખાલી હાથે પરત ફર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

આજે વહેલી સવારે સેન્ટર ખોલતી વખતે આ ચોરીનો પ્રયાસ થયાનું ધ્યાનમાં આવતાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા દોડધામ કરાઈ છે. જેની અંદર ખાનગી પાર્ટીના કોમ્પ્યુટર સેટ વગેરે રાખેલા હતા, તેઓનો પણ તમામ સામાન બચી જતાં હાશકારો અનુભવાયો છે.


Google NewsGoogle News