Get The App

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારનો બનાવ: પોલીસની ટાઢ ઉડાડતા તસ્કરો

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારનો બનાવ: પોલીસની ટાઢ ઉડાડતા તસ્કરો 1 - image

image : Freepik

- નયારા કંપનીના મેનેજરના ઘરમાં તસ્કરો ત્રાટકયા: રૂા.1.63 લાખના ઘરેણાંની ચોરી

- અજાણ્યા ઇસમ ચાવી વડે કબાટ ખોલી અંદરથી સોનાના આભૂષણો ઉપાડી ગયા

જામનગર,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને નયારા કંપનીના સીનીયર મેનેજર તરીકે ફરજ બજાવતા સંદીપભાઇ જગદીશભાઇ પરમારના ઘરમાંથી રૂા.1,63,317 ની કિંમતના ઘરેણાંની ચોરી થઇ હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. 

આ બનાવની વિગત એવી છે કે, પટેલ કોલોની શેરી નં. 8/1 કિરીટ ફરસાણની સામે દેવ એલીગન્સના બ્લોક નં. 502માં રહેતા સંદીપભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પત્ની પાયલબેને ગત તા. 28-11 ના રોજ રાજકોટ લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે આવી તેણીએ પહેરેલ સોનાની બંગડી નંગ-2, સોનાની વીંટી-3, સોનાની બુટી ઉતારીને તેમના બેડરૂમમાં આવેલ દિવાલ કબાટના લોકરમાં રાખી કબાટને તાળું મારી ચાવી કબાટની બાજુના ડ્રોઅરમાં રાખી હતી.

 દરમિયાન ગત તા.6.12.2023 ના રોજ કપડા કાઢવા માટે કબાટ ખોલતાં તેમાં રાખલાં દાગીના જોવા ન મળતાં ચોરી થયા હોવાનું જણાંતાં સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News