Get The App

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ફાસ્ટ ફૂડ પાર્લર અને બેકરીમાં તસ્કરો ત્રાટક્યા

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ફાસ્ટ ફૂડ પાર્લર અને બેકરીમાં તસ્કરો ત્રાટક્યા 1 - image

image : Freepik

Theft case in Jamnagar : જામનગર શહેરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં તસ્કરોના પરોણા થયા છે, અને એક ફાસ્ટ ફૂડ પાર્લર તેમજ એક બેકરીને નિશાન બનાવી લઈ બંને ધંધાના સ્થળે ટેબલના ખાનામાંથી રૂપિયા 31,500 ની રોકડ રકમની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની મેઇન રોડ પર આવેલી ન્યુ પૂજા ફાસ્ટ ફૂડ કોર્નરમાં ગત 29મી તારીખના મોડી રાતના સમયે કોઈ તસ્કરો ત્રાટક્યા હતા, અને ઉપરનો કાચનો દરવાજો તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને ટેબલના ખાનામાં રાખવામાં આવેલી રૂપિયા 13,500 ની રોકડ રકમની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ બાજુમાં જ આવેલી સીબેરો બેકરીમાં પણ તસ્કરો ઘુસ્યા હતા, અને ટેબલનું ખાનું તોડી અંદરથી રૂપિયા 18,000 ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.

 જે બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


Google NewsGoogle News