જામનગરના નારણપર ગામમાં બંધ રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રોકડ-દાગીના સાથે લઈ જતાં તસ્કરોને ફોગટનો ફેરો
- મકાનમાં ઘરવખરી વેરવિખેર કરી: પરિવાર બહારગામ ગયો હોવાથી રોકડ-દાગીના સાથે લઈ જતાં તસ્કરોને ફોગટનો ફેરો
જામનગર,તા.27 નવેમ્બર 2023,સોમવાર
જામનગર તાલુકાના નારણપર ગામમાં આવેલા એક પ્રજાપતિ પરિવારના બંધ રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, અને ઘરની માલ સામગ્રી વેર વિખેર કરી નાખી હતી. ઘરમાં રોકડ કે દાગીના રાખ્યા ન હોવાથી તસ્કરોને ફોગટનો ફેરો થયો હતો.
જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતા એક પ્રજાપતિ પરિવાર, કે જેઓ પોતાના રહેણાંક મકાનને બંધ કરીને છેલ્લા ત્રણ દિવસથી બહાર ગામ ગયા હતા. દરમિયાન ગઈ રાત્રિના કોઈ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી લીધું હતું. મકાનના દરવાજાનું તાળું તોડીને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ અંદરના રૂમમાં રહેલા કબાટ-તિજોરી વગેરે તોડી નાખી ઘરનો માલ સામાન કર્યો હતો. પ્રજાપતિ પરિવારે આગમચેતીના ભાગરૂપે રોકડ રકમ દાગીના સહિતની તમામ વસ્તુઓ પોતાની સાથે લઈ ગયા હતા. જેથી તસ્કરોને કશું હાથ લાગ્યું ન હતું. ઘરમાં ગરબા બનાવેલા તૈયાર રાખેલા હતા જેમાં પણ દાગીના વગેરે ચેક કરવા માટે અને ગરબાઓ જુદા પાડીને ચેક કર્યા હતા. પરંતુ કશું હાથ લાગ્યું ન હતું. કબાટની તમામ સામગ્રી, ગાદલા ગોદડા પણ વીખી નાખ્યા હતા. આખરે તસ્કરોએને ફોગટનો ફેરો થયો હતો.