Get The App

જામનગરમાં સુભાષ બ્રિજ પર ચાલુ બસમાંથી યુવાનના ચોરાયેલા કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કરને ઝડપી લેવાયો

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
જામનગરમાં સુભાષ બ્રિજ પર ચાલુ બસમાંથી યુવાનના ચોરાયેલા કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કરને ઝડપી લેવાયો 1 - image

image : Freepik

જામનગર,તા.15 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર 

જામનગરમાં સુભાષ બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા એક યુવાનનો કિંમતી મોબાઈલ ફોન ચોરાયો હતો, જે મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કરને એલસીબીની ટીમે ઝડપી લીધો છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મંગલબાગ શેરી નંબર 1 માં રહેતો કરણ હિતેશભાઈ પરસોડા નામનો યુવાન સુભાષ બ્રિજ પર એક ખાનગી લક્ઝરી બસમાંથી પસાર થઈ રહ્યો હતો જેનો રૂપિયા 56,900 ની કિંમતનો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હતો. જે મોબાઈલ ફોનની ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ની ટુકડીને સફળતા સાંપડી છે. અને સુભાષ બ્રિજ( વિક્ટોરિયા પુલ) પાસે થી ફુગ્ગા વેચતા સુરેશ ભવરલાલ વગાડીયા (ઉ.વ.21,રહે.તળાવની પાળ જામનગર, મૂળ રાજસ્થાન ) ને રૂપિયા 56,900ની કિંમતના ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો.


Google NewsGoogle News