જામનગર નજીક નાઘેડીમાં એક વેપારીના મકાનમાં થયેલી રૂપિયા 1 લાખની માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
જામનગર નજીક નાઘેડીમાં એક વેપારીના મકાનમાં થયેલી રૂપિયા 1 લાખની માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો 1 - image


Image Source: Freepik

- મકાનમાં જ ઘરકામ કરતી નાઘેડી ગામની મહિલાનું કરતુત: રૂપિયા એક લાખની માલ મતા સાથે પોલીસ દ્વારા અટકાયત

જામનગર, તા. 12 નવેમ્બર 2023, રવિવાર

જામનગર નજીક નાઘેડી ગામમાં રહેતા એક વેપારીના મકાનમાંથી રોકડા રૂપિયા 65,000 તેમજ 35,000ની કિંમતના ઈયર બર્ડ્ઝ સહિત રૂપિયા એક લાખની માલમત્તાની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે, અને ઘરમાં જ કામ કરતી નોકરાણીની પોલીસે અટકાયત કરી લઈ તેની પાસેથી રોકડ સહિત રૂપિયા એક લાખની માલમતા કબજે કરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નજીક નાઘેડીમાં રહેતા મયુરસિંહ ચંદ્રસિંહ સોઢા નામના વેપારી યુવાને પોતાના ઘરમાંથી 65,000ની રોકડ અને ઈયર બર્ડ સહિત એક લાખની માલમતા ની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી.

જે ચોરી નો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે, અને તેમના જ મકાનમાં નોકરાણી તરીકે કામ કરતી રૂપલબેન મુકેશભાઈ ભલગામાં નામની મહિલાની અટકાયત કરી લઇ તેની પાસેથી 65 હજાર રૂપિયા રોકડા અને 35,000ની કિંમતના ઇયર બર્ડ્સ કબજે કરી લીધા છે, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે.


Google NewsGoogle News