જામનગરની મહિલા કોલેજના દ્વારે પાર્ક કરાયેલા એકટીવાની ડેકીમાંથી મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડની ચોરી
image : Freepik
Purse Theft Case in Jamnagar : જામનગરની એ.કે.દોશી મહિલા કોલેજમાં પરીક્ષા આપવા માટે ગયેલી કોલેજીયન યુવતીએ પોતાનું સ્કૂટર કોલેજની બહાર પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો તેમની ડેકીમાંથી મોબાઈલ ફોન અને એ.ટી.એમ. કાર્ડની ચોરી કરી ગયા હતા, જે એટીએમ કાર્ડ મારફતે બેંકમાંથી રૂપિયા 23,000 ની રોકડ રકમ પણ ઉપાડી લીધાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચેશ્વર મહાદેવના મંદિર પાસે ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી ગીતાબેન વીરાભાઇ બંધીયા નામની 24 વર્ષની કોલેજીયન યુવતી કે જે ગત 14મી મે ના દિવસે મહિલા કોલેજમાં પરીક્ષા આપવા માટે ગઈ હતી, અને પોતાનું સ્કૂટર કોલેજના ગેઇટની સામે પાર્ક કર્યું હતું.
જે એકટીવા સ્કૂટરની ડેકી તોડીને કોઈ તસ્કરો અંદરથી મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડની ચોરી કરી લઈ ગયા હતા. ત્યારબાદ એકસીસ બેંકમાં તેમના ખાતામાંથી એટીએમ કાર્ડ મારફતે રૂપિયા 23 હજારની રોકડ રકમ પણ તસ્કરે ઉપાડી લીધી હતી. જે મામલો સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ગીતાબેન બંધીયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તસ્કરને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.