Get The App

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં સ્વેટર વિક્રેતાઓના સ્વેટર-બ્લેન્કેટ તેમજ એક રેકડીની ચોરીનો ભેદ ઉકેલાયો

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં સ્વેટર વિક્રેતાઓના સ્વેટર-બ્લેન્કેટ તેમજ એક રેકડીની ચોરીનો ભેદ ઉકેલાયો 1 - image

image : Freepik

જામનગર,તા.12 ડિસેમ્બર 2023,મંગળવાર

જામનગર શહેરના આજે એક વધુ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે. ખોડિયાર કોલોની વિસ્તારમાં બે મંડપમાંથી સ્વેટર બ્લેન્કેટની ચોરી તેમજ એક રેકડીની ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો છે, અને બે તસ્કરોને ચોરાઉ સામગ્રી સાથે ઝડપી લીધા છે.

 જામનગરમાં ખોડીયાર કોલોની રોડ પર ખોડિયારના મંદિરની બાજુમાં મંડપ ઉભા કરી ગરમ વસ્તુનું વેચાણ કરતા બે વિક્રેતાઓને ત્યાંથી રૂપિયા અડધા લાખની કિંમતના સ્વેટર બ્લેન્કેટ વગેરે ચોરાયા હતા. તેમજ એક રેકડીની પણ ઉઠાંતરી થઈ હતી.

 જે ચોરીના બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. જે ચોરી કરનારા જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા ઇસ્માઈલ ઉર્ફે ભૂરો ઇબ્રાહીમભાઇ તેમજ ધરાર નગર વિસ્તારમાંજ રહેતા અબ્દુલ ઉર્ફે અબુડો કાસમભાઈ જોખિયાની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી 43 નંગ ગરમ સ્વેટર, 4 નંગ બ્લેન્કેટ તેમજ રેંકડી અને ચોરી માટે ઉપયોગમાં લીધેલું મોટરસાયકલ વગેરે કબજે કરી લીધા છે, અને બંનેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News