Get The App

જામનગરમાં લાલ બંગલા સર્કલમાંથી શુક્રવારે ચોરાયેલા બાઈકની ચોરીનો ભેદ ઉકેલાયો

Updated: Apr 25th, 2023


Google NewsGoogle News
જામનગરમાં લાલ બંગલા સર્કલમાંથી શુક્રવારે ચોરાયેલા બાઈકની ચોરીનો ભેદ ઉકેલાયો 1 - image


સીટી બી. ડિવિઝન પોલીસે પોકેટકોપ-ઇ-ગુજકોપ અને ફેસ ટ્રેગર એપની મદદથી તસ્કરને શોધી કાઢ્યો

જામનગર, તા. 25 એપ્રિલ 2023 મંગળવાર

જામનગરમાં લાલ બંગલા સર્કલમાંથી શુક્રવારે એક મોટરસાયકલની ચોરી થઈ ગઈ હતી, જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે, અને સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પોકેટકોપ,ઇ- ગુજકોપ તેમજ ફેસ ટ્રીગર એપ ની મદદથી તસ્કરને શોધી કાઢ્યો છે, અને ચોરાઉ બાઈક કબજે કરી લીધું છે

જામનગરના લાલ બંગલા સર્કલમાંથી શુક્રવારે એક બાઈક ની ચોરી થઈ ગઈ હતી, જે ચોરી અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પી.આઈ. તેમજ પી.એસ.આઇ અને ડી.સ્ટાફ ની ટીમ દ્વારા તસ્કરને પકડવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા પોકેટકોપ, ઇ-ગુજકોપ એપ્લિકેશન તેમજ ફેસ ટ્રેગર એપ ની મદદ લેવામાં આવી હતી, અને ગણતરીના કલાકોમાં જ વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અગાઉ વાહન ચોરીમાં પકડાઈ ચૂકેલા અને સાત રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડ માં રહેતા સલીમ ઉર્ફે સલીયો હુસેનભાઇ માંગણીયા મીરને ઝડપી લીધો છે. 

જે નંબર પ્લેટ વગરના બાઇક સાથે નીકળટ પોલીસે તેને અટકાવીને વાહનોના કાગળો માંગ્યા હતા. જે કાગળો રજૂ કરી શક્યો ન હતો અને તે બાઈક ના સાચા નંબરો ની તપાસ કરતાં દરમિયાન તેના નંબર જી.જે-૧૦ બી.સી.૮૪૬૧ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને લાલબંગલા સર્કલમાંથી ચોરી કરી હોવાનું આરોપીએ કબૂલી લીધું હતું. પોલીસ દ્વારા તેની વધુ પૂછ પરછ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News