જામનગરમાં આજે ભારતના ગૃહરાજ્યમંત્રી અમિત શાહનું સર્કિટ હાઉસ ખાતે રોકાણ, પોલીસ દ્વારા રિહર્સલ કરાયું
- એસપીજી કમાન્ડો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો: પોલીસ દ્વારા રિહર્સલ કરાયું
જામનગર,તા.19 મે 2023,શુક્રવાર
ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ આજે જામનગરના મહેમાન બની રહ્યા છે, અને જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રે રોકાણ કરવાના છે. તેઓના રોકાણના પગલે જામનગરનું વ્યવસ્થા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
એસપીજીના કમાન્ડોની ટુકડીએ આવીને સમગ્ર સર્કિટ હાઉસ અને લાલ બંગલા સહિતના પરિસરને કોર્ડન કરી લીધો છે, અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત પોલીસ સહિતની સુરક્ષા એજન્સી દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીના સરકીટ હાઉસના રોકાણના સ્થળથી એરપોર્ટ સુધીના માર્ગ પરનું કોનવે સાથેનું રીહર્ષલ પણ કરી લેવામાં આવ્યું છે.