જામનગરના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીની સંવેદનશીલતા

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
જામનગરના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીની સંવેદનશીલતા 1 - image


ગરીબ અને ઝુપડપટ્ટીના બાળકોને મીઠાઈ વિતરણ કરી ફટાકડા ફોડાવી બાળકોના જીવનમાં ઉજાસ ભર્યો

જામનગર, તા. 13 નવેમ્બર 2023 સોમવાર

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ દિવાળીના પર્વ ના દિવસે સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતા, અને અતિ ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકોની સાથે ફટાકડા ફોડીને તેમજ તેઓને મીઠાઈ વિતરણ કરીને તેઓના જીવનમાં ઉજાસ ભરવાનો પ્રયાસ કર્યો હતો.

જામનગરના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીની સંવેદનશીલતા 2 - image

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દિવાળીના સાંજના સમયે પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ તેમજ તેઓના અન્ય સમર્થકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અને મિત્ર વર્તુળની સાથે રહીને ગરીબ વસ્તીમાં જઈને નાના નાના ગરીબ બાળકોને મીઠાઈ ફરસાણ ના પેકેટોનું વિતરણ કર્યું હતું, તેમ જ તેઓની સાથે ફટાકડા ફોડીને ગરીબ પરિવારના બાળકોના જીવનમાં રંગ ભરવાનો પ્રયાસ કર્યો હતો.

જામનગરના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીની સંવેદનશીલતા 3 - image

તેઓની સંવેદનશીલતા જોઈને ગરીબ ઝૂંપડવાસીઓએ દિવ્યેશભાઈ નો અભાર વ્યક્ત કર્યો હતો, અને પોતાના શબ્દોથી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.


Google NewsGoogle News