કેમ તું મારી દુકાનેથી પાન-ફાકી લેતો નથી? દુકાનદારે યુવાનને માર મારી હડધૂત કર્યો
Jamnagar : કાલાવડ તાલુકાના મુળીલા ગામના એક અનુસૂચિત જાતિના યુવાનને કેમ તું મારી દુકાનેથી પાન-ફાકી લેતો નથી તેમ કહી દુકાનદાર સહિત બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારી જાતિ પ્રત્યે હડધુત કર્યા અંગેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
પોલીસ સુત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં રહેતા બાબુભાઈ પોલાભાઈ પરમાર નામનો 35 વર્ષિય યુવાન ગત તા. 2-10ના રોજ ગામમાં આવેલ ધમભા રઘુભા જાડેતજાની પાન-બીડીની દુકાને બેઠો હતો. ત્યારે દુકાનદાર ધમભાએ કહ્યું કે કેમ તું મારી દુકાનેથી પાન-ફાકી લેતો નથી ? તેમ કહી બોલાચાલી કરી જાતિ પ્રત્યે અપમાનિત કરેલ અને આ દરમિયાન લકકીરાજસિંહ હરદેવસિંહ જાડેજા પણ ત્યાં આવી ગયેલ અને બંને જણાઓએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બાબુભાઈએ બંને શખ્સો વિરૂધ્ધ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ એટ્રોસિટી એકટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.