જામનગરના વેલ્ડર યુવાનનું હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી મોટરસાયકલ ચોરાયું

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
જામનગરના વેલ્ડર યુવાનનું હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી મોટરસાયકલ ચોરાયું 1 - image

image : Freepik

Bike Theft in Jamnagar : જામનગરના વેલ્ડર યુવાને હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને વેલ્ડીંગ કામ કરતા મોહસીન ઉમરભાઈ પરમાર નામના 28 વર્ષના યુવાને હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડોડીયા ડ્રાય તેજ વેલ્ડીંગ નામની કંપનીમાં કામગિરી ગયા દરમિયાન પોતાનું બાઈક કંપનીના ગેઇટ પાસે પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાથી પંચકોસી એ.ડિવિઝન પોલીસ મથકમાં વાહનચોરી અંગેની ફરિયાદ નોંધાવાઇ.



Google NewsGoogle News