જામનગરમાં રણજીત સાગર રોડ પર એક ચા ની હોટલે ચા પીવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
જામનગરમાં રણજીત સાગર રોડ પર એક ચા ની હોટલે ચા પીવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો 1 - image


                                                            Image Source: Freepik

જામનગર, તા. 17 નવેમ્બર 2023 શુક્રવાર

જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલી એક ચા ની હોટલે ચા પીવા માટે ગયેલા કોન્ટ્રાક્ટર યુવાનનો મોબાઇલ ફોન કોઈ તસ્કર ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

જામનગરમાં ન્યુ નવા નગર શેરી ના ૯ માં રહેતા અને બાંધકામના કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરતા સુરેશભાઈ રામજીભાઈ ભાંભી (ઉંમર વર્ષ ચાલીસ) કે જેઓ ગઈકાલે રણજીત સાગર રોડ પર ખેતલા આપા ટી સ્ટોલ પર ચા પીવા માટે ગયા હતા, અને ટાયર માંથી બનાવેલી સીટ પર બેઠેલા હતા. જ્યાં રાખેલો તેમનો રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન કોઈ તસ્કર ચોરી ગયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News