જામનગરના નભો મંડળમાં રાત્રે 1.44 મિનિટે ચંદ્રગ્રહણ નિહાળી શકાશે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
જામનગરના નભો મંડળમાં રાત્રે 1.44 મિનિટે ચંદ્રગ્રહણ નિહાળી શકાશે 1 - image

image : Freepik

-  ચંદ્રગ્રહણ કોઈપણ પ્રકારના દૂરબીન વિના નરી આંખે 12 ટકા જેટલો ગ્રસ્ત થયેલો જોવા મળશે

જામનગર,તા.29 ઓક્ટોબર 2023,શનિવાર 

જામનગરના ખગોળ શાસ્ત્રી કિરીટ શાહના જણાવ્યા અનુસાર આજે જામનગરના નભો મંડળમાં રાત્રીના 1 વાગ્યાને 44 મિનિટે કોઈપણ પ્રકારના દૂરબીન વિના નરી આંખે ચંદ્રગ્રહણ નિહાળી શકાશે, અને ચંદ્ર 12 ટકા જેટલો ગ્રસ્ત થયેલો જોવા મળી શકશે. જે ચંદ્રગ્રહણની અવધી 4 કલાક અને 25 મિનિટની રહેશે.

સૂર્યની આસપાસ પૃથ્વી નિરંતર પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. જ્યારે આ ત્રણેય અવકાશ ગોળાઓ એક સરળ લાઈનમાં આવે ત્યારે ગ્રહણ થાય છે.

ચંદ્ર ગ્રહણ સમયે સૂર્ય-પૃથ્વી-ચંદ્ર એકજ લાઈનમાં આવે ત્યારે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ પૃથ્વી દ્વારા અવરોધાય છે, ત્યારે ચંદ્ર ગ્રહણ જોવા મળે છે. 

દ્ર ગ્રહણને નરી આંખે જોઈ  શકાય છે. જામનગરના નભો મંડળમાં આજે રાત્રીએ 1.44 કલાકે ચંદ્ર 12 ટકા જેટલો ગ્રસ્ત જોવા મળશે. આવતા વર્ષ દરમિયાન એકપણ ચંદ્ર ગ્રહણ જોવા નહી મળે. આખા ભારતમાં ચંદ્ર ગ્રહણ જોઈ શકાશે.

જામનગર, રાજકોટ, દ્વારકા, ખંભાળીયા, ધ્રોલ વગેરે જગ્યાએ ચંદ્રગ્રહણનો સમય રાત્રીના 1.44  મિનિટે એકજ સમયે ચંદ્રગ્રહણ નિહાળી શકાશે તેમ જામનગરના ખગોળશાસ્ત્રી કિરીટ શાહની યાદીમાં જણાવાયું છે.


Google NewsGoogle News