જામનગરમાં JMCના ઉચ્ચ ઇજનેરોની નજર હેઠળ બનેલા લાલપુર બાયપાસ રોડ થોડા જ મહિનાઓમાં વરસાદી પાણીમાં ઓગળી ગયો
Jamnagar News : જામનગરના લાલપુર બાયપાસ પર તાજેતરમાં જ કરોડોના ખર્ચે નવા ઓવરબ્રિજનું કામ શરૂ થયું છે. આ ઓવરબ્રિજના કામ દરમિયાન, બ્રિજની બંને બાજુએ હજારો વાહનોની અવરજવર માટે હંગામી ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ રોડ માત્ર થોડા મહિનામાં જ પહેલા ચોમાસામાં ધોવાઈ ગયો છે.
રોડ ઉપરથી ડામરના તમામ પોપડા ઉખડી ગયા છે, અને રોડ પર ઊંડા ખાડાઓ ઉભા થઈ ગયા છે. રોડનુ નામો નિશાન વિખેરાઈ ગયું છે, આથી, આ રોડ પર વાહન ચલાવવું ખૂબ જ જોખમી બની ગયું છે. લોકો આ મામલે ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યા છે. તેઓ કહે છે કે, આ રોડ બનાવવામાં નીચલી કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હશે, જેના કારણે રોડ માત્ર થોડા મહિનામાં જ ધ્વસ્ત થઈ ગયો છે.
લોકો સત્તાવાળાઓને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. તેઓ માંગ કરી રહે છે કે, આ રોડને ફરીથી બનાવવામાં આવે અને આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.