જામનગરના દરેડમાં આવેલું ખોડીયાર મંદિર ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે સંપૂર્ણ ડૂબ્યું

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
જામનગરના દરેડમાં આવેલું ખોડીયાર મંદિર ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે સંપૂર્ણ ડૂબ્યું 1 - image


Khodiyar Temple Jamnagar : જામનગર નજીક દરેડ વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે ગુરુપૂર્ણિમાના દિવસે પડેલા ધોધમાર વરસાદના કારણે ખોડીયાર મંદિર બીજીવાર ડૂબ્યું હતું.

ગઈકાલે સાંજે માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધીંગી મેઘ સવારી જોવા મળી હતી, અને રંગમતી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. જેને લઈને ખોડીયાર મંદિર ચાલુ મોસમની સિઝનમાં બીજી વખત ડૂબ્યું હતું.

 ગઈકાલે ભારે વરસાદ બાદ સમગ્ર મંદિર પરિસરમાં પાણી છવાઈ ગયા હતા, અને મંદિરનો માત્ર શિખરનો ભાગ દેખાયો હતો. ગઈકાલે રવિવારની રજાનો દિવસ હોવાથી જામનગર શહેરના અનેક નાગરિકો પણ દરેડ વિસ્તારમાં પહોંચ્યા હતા, અને ડૂબેલા મંદિરના માત્ર શિખરને નિહાળ્યું હતું.

  જામનગરના દરેડમાં આવેલું ખોડીયાર મંદિર ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે સંપૂર્ણ ડૂબ્યું 2 - image



Google NewsGoogle News