જામનગરમાં IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ પરંતુ ક્રિકેટના સટ્ટાખોર થાક્યા નહીં : એક સટ્ટાખોરની અટકાયત

Updated: May 27th, 2024


Google NewsGoogle News
જામનગરમાં IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ પરંતુ ક્રિકેટના સટ્ટાખોર થાક્યા નહીં   : એક સટ્ટાખોરની અટકાયત 1 - image

Cricket Gambling in Jamnagar : IPL 2024 ટુર્નામેન્ટની ગઈ રાત્રે પુર્ણાહુતી થઈ છે, પરંતુ ક્રિકેટના સટ્ટાખોર હજુ થાકયા નથી. ગઈકાલે IPLની અંતિમ ફાઇનલ મેચમાં પણ ક્રિકેટનો સટો રમવા અંગે જામનગર પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે, ત્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર મુખ્ય બુકીને ફરાર જાહેર કરાયો છે.

 જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ધરાર નગર-1 માં કુકડા કેન્દ્ર પાસેથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇ.ડી. મારફતે ક્રિકેટનો રનફેરનો જુગાર રમી રહેલા ઈમ્તિયાઝ બસીરભાઈ જોખિયાની અટકાયત કરી લઇ તેની પાસેથી રૂપિયા 3,400 ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 28,400ની માલમતા કબજે કરી છે.

 પોલીસ પૂછપરછ દરમિયાન પોતે જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા દિગુભા જાડેજા નામના બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું જણાવ્યું હોવાથી પોલીસે દિગુભા જાડેજાને ફરાર જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News