જામનગરમાં વાહનચોર ટોળકીની રંજાડ યથાવત : શહેરમાંથી વધુ બે વાહન ચોરી થયાની ફરિયાદ

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
જામનગરમાં વાહનચોર ટોળકીની રંજાડ યથાવત : શહેરમાંથી વધુ બે વાહન ચોરી થયાની ફરિયાદ 1 - image

image : Freepik

Jamnagar Vehicle Theft Case : જામનગર શહેરમાં વાહન ચોર ટોળકી ફરીથી સક્રિય બની છે, અને છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં જુદા-જુદા બે વિસ્તારોમાંથી બે મોટરસાયકલની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

જામનગરમાં સાંઢિયા પુલ પાસે રહેતા જય ભાઈ રામભાઈ કોટા નામના 26 વર્ષના યુવાને માધવ બાગ પાસેથી પોતાનું રૂપિયા વીસ હજારની કિંમતનું મોટર સાયકલ કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

 જયારે જામનગરમાં રણજીત નગર જુનો હુડકો વિસ્તારમાં રહેતા હરદેવસિંહ ગંભીરસિંહ ઝાલાએ ગોકુલ નગર વિસ્તારમાં પાર્ક કરેલું પોતાનું 20,000 ની કિંમતનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.


Google NewsGoogle News