Get The App

જામનગરમાં એનડીપીએસના ગુનાનો ફરારી આરોપી એસઓજીના હાથે ઝડપાયો

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
જામનગરમાં એનડીપીએસના ગુનાનો ફરારી આરોપી એસઓજીના હાથે ઝડપાયો 1 - image

image : Freepik

જામનગર,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એનડીપીએસ એકટના ગુનાનો નાસતો ફરતો આરોપી એસ.ઓ.જી.ના હાથે ઝડપાયો છે.

 જામનગરમાં વૈશાલી નગર નજીક સલીમ બાપુના મદ્રેસા પાસે રહેતા હુસેન ઉર્ફે હુશનો ચોર અલીભાઈ જોખીયા નામના શખ્સ સામે તાજેતરમાં એન.ડી.પી.એસ. એક્ટ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને જે ગુનામાં પોતે નાસતો ફરતો હતો.

 દરમિયાન ઉપરોક્ત આરોપી જામનગરમાં જકાતનાકા પાસે આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી એસ.ઓ.જી. શાખાને મળતાં એસ.ઓ.જી.ની ટુકડીએ સ્થળ પર પહોંચી જઈ આરોપી હુસેન જોખિયાને ઝડપી લીધો છે, અને સીટી સી. ડિવિઝન પોલીસમાં સુપ્રત કરી દીધો છે.


Google NewsGoogle News