જામનગરની જિલ્લા જેલમાં રક્ષાબંધનનું પર્વ મનાવાયું , કેદી ભાઈઓની બહેનોએ ઉત્સાહ-ઉમંગ સાથે રાખડી બાંધી

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
જામનગરની જિલ્લા જેલમાં રક્ષાબંધનનું પર્વ મનાવાયું  , કેદી ભાઈઓની બહેનોએ ઉત્સાહ-ઉમંગ સાથે રાખડી બાંધી 1 - image


Raksha Bandhan Special : જામનગરની જિલ્લા જેલમાં આજે રક્ષાબંધનના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. જેલના બંદીવાન ભાઈઓ, કે જેઓ પણ પોતે રક્ષાબંધનનું પર્વ મનાવી શકે તે માટેની જેલ પરિસરમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

 જેલના બંદીવાન ભાઈઓ કે જેના પરિવારના બહેનોને આજે રક્ષાબંધનના પર્વ પર જેલ પરિસરમાં પ્રવેશ અપાયો હતો. તમામ બંદીવાન ભાઈઓની બહેનો કે જેમણે પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધી અને કુમકુમ તિલક કર્યા હતા અને જલ્દીથી જેલ મુક્તિ મળે તેવી કામનાઓ કરી હતી. 

જામનગરની જિલ્લા જેલમાં રક્ષાબંધનનું પર્વ મનાવાયું  , કેદી ભાઈઓની બહેનોએ ઉત્સાહ-ઉમંગ સાથે રાખડી બાંધી 2 - imageજેલ વ્યવસ્થાના તંત્ર દ્વારા સમગ્ર રક્ષાબંધનના કાર્યક્રમની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેથી બંદીવાન ભાઈઓ પોતાના પરિવારના બહેનો સાથે રક્ષાબંધનનું પર્વ મનાવી શક્યા હતા.


Google NewsGoogle News