જામનગરમાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા આગામી તા.26 ડિસેમ્બરના યોજાશે

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
જામનગરમાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા આગામી તા.26 ડિસેમ્બરના યોજાશે 1 - image

જામનગર,તા.23 ડિસેમ્બર 2023,શુક્રવાર

રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન-2023-24 નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે, ગ્રામ્ય કક્ષાએથી શરૂ કરીને રાજ્યકક્ષા સુધીની સ્પર્ધાઓ યોજાશે. જામનગર જિલ્લામાં તાલુકા કક્ષા તથા નગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થયેલા સ્પર્ધકો માટે જિલ્લાકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા આગામી તા.26 ડિસેમ્બરના રોજ સવારે 8.30 કલાકથી નેશનલ હાઈસ્કુલ, ખંભાળિયા નાકા બહાર, જામનગર ખાતે યોજાશે. 

જેથી, જામનગર જિલ્લાના તાલુકા કક્ષા તથા નગરપાલિકા કક્ષાના વિજેતાના સ્પર્ધકોએ અત્રે જણાવેલી તારીખ અને સ્થળ પર સવારે 8.30 કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે. આ અંગે વધુ વિગતો મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ.પઠાણએ જણાવવામાં આવ્યું છે.


Google NewsGoogle News