જામનગરના સાધનાકોલોનીમાં બિલ્ડીંગ ધરાશાયીની દુર્ઘટનામાં મૃતક પ્રૌઢની ઓળખ થઈ, પરિવારને કબ્જો સોંપ્યો

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
જામનગરના સાધનાકોલોનીમાં બિલ્ડીંગ ધરાશાયીની દુર્ઘટનામાં મૃતક પ્રૌઢની ઓળખ થઈ, પરિવારને કબ્જો સોંપ્યો 1 - image


Jamnagar News : જામનગરના સાધના કોલોનીમાં એક જર્જરિત બિલ્ડીંગનો અડધો ભાગ ધરાશાયી થતાં એક અજ્ઞાત વ્યક્તિ દબાઈ જતાં મૃત્યુ થતાં પોલીસે તેની ઓળખ મેળવીને સુરત રહેતા ભાઈને બોલાવીને મૃતદેહનો કબ્જો સોંપી દીધો છે. મૃતક પ્રૌઢ મજુરી કામ કરતા હોય અને એકલવાયું જીવન જીવતા હતાં. 

શહેરના રણજીતસાગર રોડ ઉપર આવેલી સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા આવાસના મકાનો એક જર્જરિત એમ-68 નામનું બિલ્ડીંગ તંત્રએ અગાઉથી ખાલી કરાવી નાંખ્યું હતું. તે બિલ્ડીંગનો અડધો ભાગ રવિવારે વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ ધરાશાયી થઈ ગયો હતો. જેમાં રાત્રીના સુવા આવેલા એક વ્યક્તિ દબાઈ જતાં તેમનું રેસ્ક્યુ કરીને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પહેલા જ મૃત્યુ નિપજયું હતું. 

જે અજ્ઞાત વ્યક્તિની ઓળખ મેળવવા માટે એલ.બી.જાડેજાએ તપાસ હાથ ધરી હતી અને તે વ્યક્તિની ઓળખ મેળવતાં તે સુરતના હોય અને જામનગરમાં એકલવાયું જીવન જીવતા હોય અને તેમનું નામ જોનીભાઈ કાકુભાઈ ચોવટીયા (ઉ.વ.50) અને તે મજુરી કામ કરતા હતાં. આ બિલ્ડીંગમાં અગાઉ મૃતકનો ભાઈ રહેતો હોય અને તેમનો ફલેટ ખાલી કરાવવામાં આવ્યો હતો. જેથી હાલ આ બિલ્ડીંગ ખાલી હોવાથી જોનીભાઈ ક્યારેક-ક્યારેક સુવા માટે જતા હતા. મૃતકના ભાઈ આજે જામનગર આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સોંપી દીધો છે, અને મૃતદેહ અને વતનમાં સુરત તરફ લઈ જવામાં આવ્યો છે.


Google NewsGoogle News