જામનગરની જી.જી.હોસ્પિટલમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો
જામનગર,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી 50 વર્ષની વયના અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. બીમારીના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે.
જામનગરના મોક્ષ ફાઉન્ડેશનના કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ સિટી બી.ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી, કે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ પાસે 50 વર્ષના અજ્ઞાત પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબજો સંભળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. કોઈપણ બીમારીના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.