જામનગર-રાજકોટ ધોરી માર્ગ મેલડી માતાના મંદિર પાસેથી 24 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
જામનગર-રાજકોટ ધોરી માર્ગ મેલડી માતાના મંદિર પાસેથી 24 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો 1 - image

 

જામનગર,તા.02 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

જામનગર -રાજકોટ ધોરી માર્ગ પર મેલડી માતાના મંદિર પાસેથી આજે સવારે 24 વર્ષના એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર-રાજકોટ રોડ પર મેલડી માતાના મંદિર સામે અવાવરુ જગ્યા પરથી નેમિશ સોમૈયા નામનો યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. જે અંગે 108 ની ટિમ તેમજ પોલીસને જાણ કરાતાં સૌ પ્રથમ 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને તેમણે તપાસીને મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 ત્યાર બાદ પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News