જામનગર તથા ખંભાળિયામાં મારામારી તથા દારૂના કેસનો નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
જામનગર તથા ખંભાળિયામાં મારામારી તથા દારૂના કેસનો નાસ્તો ફરતો આરોપી ઝડપાયો 1 - image

જામનગર,તા.18 ડિસેમ્બર 2023,સોમવાર      

જામનગરમાં મારામારી તથા દારૂ તેમજ ખંભાળીયાના દારૂ કેસના સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપીને પોલીસે જામનગરમાંથી ઝડપી પાડયો છે.

જામનગરના મયુર નગરમાં રહેતા સુનિલ ઉર્ફે સાગર હમીરભાઈ માણેક સામે જામનગરમાં મારામારી અને દારૂ તથા ખંભાળિયામાં દારૂબંધીના ભંગ બદલ ગુના નોંધાયા હતા. 

આ શખ્સ છેલ્લા કેટલાક સમય થી નાસ્તો ફરતો હતો. જે જામનગર નજીકના નાઘેડી ગામની માધવ રેસીડેન્સી પાસે આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો.  આ શખ્સ સામે અગાઉ મારામારી, દારૂની પ્રવૃત્તિ સહિતના 15 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.


Google NewsGoogle News