ધ્રોલ પોલીસ સ્ટેશનના છેતરપિંડી અને દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી જામનગરમાંથી ઝડપાયો

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
ધ્રોલ પોલીસ સ્ટેશનના છેતરપિંડી અને દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી જામનગરમાંથી ઝડપાયો 1 - image

image : Freepik

જામનગર,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર

જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ધ્રોલ પોલીસ સ્ટેશનના છેતરપિંડી તેમજ દારૂના કેસના ફરાર આરોપીને જામનગરમાંથી ઝડપી લીધો છે, અને ધ્રોળ પોલીસ મથકમાં સોંપી આપ્યો છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેક્સી શેરી નંબર 49 માં રહેતો દર્શન હરીશભાઈ ભણસાળી કે જેની સામે ધ્રોળ પોલીસ મથકમાં દારૂ તેમજ છેતરપિંડી અંગેનો ગુન્હો નોંધાયો છે. જેમાં તે નાસતો ફરતો રહ્યો હોવાથી પોલીસની ટીમ તેને શોધી રહી છે.

 દરમિયાન જામનગરની પેરોલ ફર્લો ડકવોર્ડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઉપરોક્ત આરોપી દર્શન જામનગરમાં આવ્યો છે, અને જનતા ફાટક પાસે ઉભો છે. જેથી વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો, અને ધ્રોળ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.


Google NewsGoogle News