જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુ ગોવિંદસિંઘજી ની ૩૫૮મી જન્મ જયંતી ની ઉજવણી કરાઇ

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુ ગોવિંદસિંઘજી ની ૩૫૮મી જન્મ જયંતી ની ઉજવણી કરાઇ 1 - image


ગુરુદ્વારા થી જી.જી. હોસ્પિટલ સુધીની શોભાયાત્રા યોજાઈ: જી.જી. હોસ્પિટલમાં ગુરુ ગોવિંદસિંઘજી ની છબીને ફૂલહાર કરાયા

જામનગર, તા. 17 જાન્યુઆરી 2024 બુધવાર

જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં આજે બુધવારે ગુરુ ગોવિંદસિંઘજી ની ૩૫૮ મી જન્મ જયંતી ની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, અને શોભાયાત્રા, સેહજ પાઠ, લંગર પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુ ગોવિંદસિંઘજી ની ૩૫૮મી જન્મ જયંતી ની ઉજવણી કરાઇ 2 - image

સૌ પ્રથમ સવારે ૮.૦૦ વાગ્યે ગુરુદ્વાર થી શોભાયાત્રા શોભાયાત્રા નીકળી હતી, એમાં પંજાબ થી પધારેલા જ્ઞાની પ્રીતપાલસિંઘજી તથા મહોરસિંઘજી વગેરે સહિત બહોળી સંખ્યામાં શીખ સંપ્રદાયના ભાઈઓ-બહેનો જોડાયા હતા, અને જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગુરુ ગોવિંદસિંઘજીની  છબીને ફુલહાર કરાયા હતા.

જ્યાં જી.જી. હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. દિપક તિવારી, ડીન ડો. નંદીની દેસાઈ, સર્જરી વિભાગના ડો. હેમાંગ વસાવડા તથા જીજી હોસ્પિટલના સ્ટાફ અને નિવૃત્ત આર્મીમેન તેમજ ગુરુદ્વારા ની સંગત ની હાજરીમાં જી.જી. હોસ્પિટલમાં પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ જી.જી. હોસ્પિટલના દર્દીઓ જલ્દી સાજા થાય તે માટેની પણ પ્રાર્થના કરાઈ હતી.

જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુ ગોવિંદસિંઘજી ની ૩૫૮મી જન્મ જયંતી ની ઉજવણી કરાઇ 3 - image

ત્યાર બાદ ગુરુદ્વારામાં સેજપાઠ ની સમાપ્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે પંજાબ થી જ્ઞાની પ્રીતપાલસિંહ,અને ભાઈ મહોર સિંઘજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓ દ્વારા શબ્દ કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગુરુદ્વારામાં ઉપસ્થિત રહી માથું ટેકવી ને શબ્દ કીર્તનો લાભ લીધો હતો, ત્યારબાદ બપોરે  ગુરુ કા લંગર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી પ્રસાદ લીધો હતો.


Google NewsGoogle News