જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજાના હસ્તે શ્રમિક અન્નપુર્ણા યોજનાના 11માં કેન્દ્રનો શુભારંભ કરાયો

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજાના હસ્તે શ્રમિક અન્નપુર્ણા યોજનાના 11માં કેન્દ્રનો શુભારંભ કરાયો 1 - image

જામનગર,તા.11 માર્ચ 2024,સોમવાર 

ગુજરાત સરકારના માર્ગદર્શન તળે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, જામનગર કચેરી દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના કાર્યરત છે. હાલમાં જામનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં કુલ 10 કડીયાનાકા પર શ્રમિક અન્નપુર્ણા યોજનાના કેન્દ્ર કાર્યરત છે. જેમાં આજ રોજ તારીખ 11 માર્ચના રોજ મહાપ્રભુજીની બેઠક પાસે, કાલાવડ રોડ, જામનગર શહેરમાં નવા 1 કેન્દ્રનું જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યકમમાં ઉપસ્થિત લાભાર્થીઓને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કાર્યરત વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ  ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકોની આરોગ્ય તપાસણી કરાઈ હતી.

જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજાના હસ્તે શ્રમિક અન્નપુર્ણા યોજનાના 11માં કેન્દ્રનો શુભારંભ કરાયો 2 - image

કાર્યક્રમના અંતે લાભાર્થીઓને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, 100 જેટલા બાંધકામ શ્રમિકો, ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ- જામનગર કચેરીના સ્ટાફગણ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજાના હસ્તે શ્રમિક અન્નપુર્ણા યોજનાના 11માં કેન્દ્રનો શુભારંભ કરાયો 3 - image


Google NewsGoogle News