Get The App

જામનગરની સ્વામી વિવેકાનંદ કો.ઓ. સોસાયટીના ડીફોલ્ટરને 3 માસની જેલની સજા

Updated: May 9th, 2024


Google NewsGoogle News
જામનગરની સ્વામી વિવેકાનંદ કો.ઓ. સોસાયટીના ડીફોલ્ટરને 3 માસની જેલની સજા 1 - image


Check Return Case in Jamnagar : જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ ભદ્રેશ મનહર દવેએ સોસાયટીમાંથી લોન લીધલી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલો હતો. જે ચેક સોસાયટીએ બેંકમાં ડિપોઝીટ કરતાં ચેક રીટર્ન થયો હતો.

 જેથી સોસાયટીના વકીલ દ્વારા ડિફોલ્ટર સભ્ય સામે નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે ફરીયાદ દાખલ કરાવી હતી, અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયો હતો.

 જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી 3 માસની જેલની સજા તેમજ ચેકની રકમ રૂ.39,358 નો દંડ ફટકાર્યો છે.


Google NewsGoogle News