જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સામે ગુજસીટોક ના ગુના માં પુરવણી ચાર્જશીટ સ્પે.કોર્ટ માં રજુ કરાયું
જામનગર, તા.04
જામનગર ના જમીન માફિયા અને હાલ વિદેશ ભાગી ગયેલા જયેશ પટેલ અને તેના સાગરિતો સામે અગાઉ ગુજસિકોટ ના કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા પછી જે તે સમયે સ્પેશિયલ કોર્ટ માં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું . દરમિયાન આજે પોલીસે વધુ પુરવણી ચાર્જશીટ સ્પે.કોર્ટ માં રજુ કર્યું છે.જેમાં દસ્તાવેજી પુરાવાઓ પણ રાજુ કરવામાં આવ્યા છે.
જામનગરના એ એસ પી અને ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેય ના જણાવ્યા અનુસાર જામનગરના ભૂમાફિયા અને ખંડણીખોર એવા જયેશ પટેલ ,અને તેના સાગરીતો ની ટીમ ને તહેસનહેશ કરવા માટે સાવા વર્ષ પહેલા જામનગર ના જયેશ પટેલ અને તેના સાગરિતો સાથે ગુજસોકોટ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને 9 માસ પહેલા જામનગર પોલીસ દ્વારા રાજકોટબની સ્પેશિયલ કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી આજે જામનગર પોલીસ દ્વારા પુરવણી ચાર્જશીટ સ્પે.કોર્ટ માં કરવામાં આવ્યું છે જેમાં અનેક દસ્તાવેજી પુરાવો રજૂ કરાયા છે.
જામનગર ના ભૂમાફિયા જયેશ પટેલ હવાલા મારફત યુકેમાં વાયા યુ એસ થઈ ને પૈસા મેળવવાનું પણ સામે આવ્યું છે .આ ઉપરાંત તેની મોડેસ ઓપરેન્ડી, કેવી રીતે બિલ્ડરો ને ધક ધમકી આપી અને તેની પાસેથી પૈસા પડાવવા, વગેરે પણ પુરાવા સાપડ્યા છે.જે પુરાવા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
આ સમગ્ર પ્રકરણમાં કુલ ૧૪ સાખ્સો સામે જે તે વખતે ગુનો નોંધવામાં આવ્યો હતો.જ્યારે તપાસ દરમિયાન વધુ બે સખ્સો ની સંડોવણી ખુલવા પામતા કુલ 16 સામે આપરાધ નોંધાયો છે. જેમાં અગાઉ 12આરોપીઓ ની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે જયેશ પટેલ હાલ યુ.કે માં છે.જયારે આ કેસમાં હજુ ત્રણ ત્રણ આરોપી ફરાર છે.