જોડીયા તાલુકાના પીઠડ ગામની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચાંદીપુરા વાયરસ અંગે સમજ અપાઇ
જોડીયા તાલુકાના પીઠડ ગામમાં આવેલી જુદી જુદી 3 શાળાઓમાં અભ્યાસ કરતા કુલ 340 જેટલા બાળકો ને ચાંદીપુરા વાઇરસ અંગે , કોલેરા તેમજ મલેરીયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના પીઠડ ગામ ખાતે આવેલ વિશાલદીપ વિદ્યાલય, શ્રી વિવેકાનંદ વિદ્યાલય તેમજ શ્રી પીઠડ તાલુકા શાળા ખાતે 340 જેટલા વિદ્યાર્થીઓને ચાંદીપુરા રોગ અંગે , મલેરીયા ,કોલેરા રોગ અંગે માહિતી આપવામાં આવી હતી. ચાંદીપુરા વાઇરસ સેન્ડફ્લાઈ નામની માખી દ્વારા ફેલાય છે. આ માખી કાચી દીવાલો , ગાર-લીપણ વાળા ઘરો, કે દીવાલોની તિરાડ વગેરે જગ્યાએ જોવા મળે છે. મુખ્યત્વે 0 થી 14 વર્ષ સુધી ના બાળકો માં ( રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે ) જોવા મળે છે. તેના લક્ષણો માં બાળકો ને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી,ખેંચ આવવી, અર્ધસભાન કે બેભાન થવું જેવા લક્ષણો છે. બચવા માટે 14 વર્ષથી નાના બાળકો ને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાડવાનો આગ્રહ રાખવો. વગેરે જેવી જરૂરી માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત કોલેરા રોગ અંગે, વાહકજન્ય રોગ મલેરીયા, ડેન્ગ્યું અંગે માહિતી આપવામાં આવી હતી. આ માહિતી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ.ભાયા, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ ના માર્ગદર્શન હેઠળ કામ કરતા ડી.એસ.બી.સી.સી ચિરાગભાઈ પરમાર તેમજ જોડીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સોમૈયા ના માર્ગદર્શન હેઠળ કામ કરતા ટી.એચ.વી જયાબેન ભેંસદડિયા પીઠડ ગામ ના આશા કાર્યકર ગંગાબેન, તેમજ દિવ્યાબેન દ્વારા આપવામાં આવી હતી.