લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામની પ્રાથમિક શાળાના બાળકોને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચાંદીપુરા વાયરસ સંગે સમજ અપાઇ
ચાંદીપુરા વાયરસ મોટે ભાગે 14 વર્ષથી નાના બાળકને રેતીની માખી મારફત ફેલાતો હોય તે વિશે બાળકોમાં જાગૃતિ લાવવા માટે સમગ્ર જામનગર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. એચ. ભાયા ની સૂચના અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં જઇને બાળકોને ચાંદિપુરા વાયરસના લક્ષણો, બચવાના ઉપાયોની સમજ આપવામાં આવી હતી.
જે અંતર્ગત લાલપુર તાલુકાના મોટી વેરાવળ પ્રાથમિક શાળા માં ચાંદીપુરા રોગ વિશે બાળકો ને જિલ્લા પંચાયત ના આરોગ્ય વીભાગના નીરજભાઈ મોદી દ્વારા ચાંદીપુરા રોગ વિશે બાળકો ને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું અને બાળકો ને સ્વચ્છતા વિશે સમજાવામાં આવ્યું હતું.
આ તકે મોટી વેરાવળ ના હેલ્થ વર્કર સંજયભાઈ નંદા, આશા વર્કર જોષનાબેન ખાખરીયા એ જેહમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ માં મોટી વેરાવળ પ્રાથમિક શાળા ના શિક્ષકગણ નો પણ સહયોગ મળ્યો હતો.