જામનગરના ભીડભંજન રોડ પર વિદ્યાર્થીનું બાઇક સ્લીપ થતાં નડયો અકસ્માત: સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
Accident in Jamnagar : જામનગરના ભીડભંજન રોડ પર આજે સવારે એક વિદ્યાર્થી કે જે પોતાના બાઈક પર પસાર થઈ રહ્યો હતો, જેનું બાઈક એકાએક સ્લીપ થઈ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, અને લોહીલૂહાણ બન્યો હતો.
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, અને વિદ્યાર્થીના વાલીને અકસ્માતના બનાવની જાણ કરવામાં આવી છે.