જામનગરના ધ્રોલમાં કસ્ટડીમાં આરોપીને માર મારવાના કેસમાં પોલીસકર્મીઓ સામે કોર્ટનો કડક આદેશ
Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રોલમાં વર્ષ 2019માં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં કસ્ટડીમાં માર મારવાના આરોપમાં ત્રણ પોલીસકર્મીઓ સામે કોર્ટે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
ધ્રોલના વતની દિવ્યરાજસિંહ જાડેજા ઉર્ફે દિવુભાને પીએસઆઈ ગઢવી, નિલેશ પટેલ અને કલ્પેશભાઈએ કસ્ટડીમાં માર માર્યો હોવાનો આરોપ છે. આ ગંભીર આરોપોના આધારે કોર્ટે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 294 (બી), 323, 504, 506-2, અને 114 હેઠળ ગુનો નોંધવાનો હુકમ કર્યો છે. આ સાથે કોર્ટે આ આરોપીઓને સમન્સ પાઠવવાનો આદેશ પણ આપ્યો છે.
આ કેસમાં કોર્ટનો આ આદેશ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે. કસ્ટડીમાં ત્રાસ આપવા જેવા ગંભીર આરોપોમાં પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
આ ઘટનાએ કાયદાનું શાસન અને ન્યાયતંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધાર્યો છે. આ કેસમાં કોર્ટનો આ નિર્ણય એક સંદેશો આપે છે કે કોઈ પણ વ્યક્તિ કાયદાની આંખે આંધળો નથી અને ગુનાહિત કૃત્યો માટે કોઈપણને છોટાશે નહીં.