Get The App

જામનગર જિલ્લામાં વરસાદી વાદળો હટયા પછી તોફાની બર્ફીલો ઠંડો પવન ફુંકાયો

Updated: Dec 29th, 2021


Google NewsGoogle News
જામનગર જિલ્લામાં વરસાદી વાદળો હટયા પછી તોફાની બર્ફીલો ઠંડો પવન ફુંકાયો 1 - image


- પ્રતિ કલાકના ૩5 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનના કારણે નાગરિકો તેમજ પશુ-પક્ષીઓ પણ થર થર કાપ્યા

જામનગર, તા. 29 

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સવારે કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા પછી બપોર બાદ વાદળો હટયા હતા, અને આખરે સૂર્યનારાયણે દર્શન દીધા હતા. પરંતુ તેની સાથે જ તોફાની બર્ફીલો પવન ફૂંકાવાનું શરૂ થયું હોવાથી નાગરિકો ઉપરાંત પશુ-પક્ષીઓ પણ થર થર કાંપ્યા હતા.

 ગઈકાલે બપોર પછી હવામાનમાં પલટો આવતાં વાદળો હટી ગયા હતા, અને કમોસમી વરસાદ માંથી મુક્તિ મળી હતી. ત્યારબાદ પ્રતિ કલાકના ૩5 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હોવાથી ધ્રુજારી અનુભવાઈ હતી. આજે પણ વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. ઉપરાંત વહેલી સવારે ભેજનું પ્રમાણ વધી ગયું હોવાથી ઝાકળ વર્ષા થઇ હતી, અને માર્ગો ભીના થયા હતા. હવામાન ખાતા દ્વારા ઠંડી વધે તેવી શક્યતાઓ દર્શાવી છે.

 જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 16 ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 8૦ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે રહી હતી, તે વધીને 35 કિમી સુધી પહોંચી હતી.


Google NewsGoogle News