જામનગર નજીક દરેડ વિસ્તારમાં સંતાડવામાં આવેલા ઇંગલિશ દારૂના જંગી જથ્થા પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડી ત્રાટકી

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
જામનગર નજીક દરેડ વિસ્તારમાં સંતાડવામાં આવેલા ઇંગલિશ દારૂના જંગી જથ્થા પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડી ત્રાટકી 1 - image


Image Source: Freepik

- રાજસ્થાની ગેંગ દ્વારા ગોડાઉન ભાડે રાખી સંતાડવામાં આવેલો રૂપિયા 22.69 લાખની કિંમતનો 5,400 પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો

- રાજકોટમાં ગઈકાલે પકડાયેલા 120 પેટી ઈંગ્લીશ દારૂ ના જથ્થાનું પગેરું જામનગર સુધી લંબાયું: ચાર આરોપીઓની શોધ ખોળ

જામનગર, તા. 08 ઓક્ટોબર 2023, રવિવાર

જામનગર દરેડ વિસ્તારમાં એક ગોદામ ભાડે રાખીને પરપ્રાંતિય શખ્સો ની ટોળકી દ્વારા ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટુકડી ગઈકાલે મોડી રાત્રે દરેડ વિસ્તારમાં ત્રાટકી હતી, અને એક ભાડાના ગોડાઉના ઉતારવામાં આવેલો 22.69 લાખની કિંમતનો 5,400 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડી પાડ્યો છે, જ્યારે ઇંગ્લિશ દારૂ નો જથ્થો સંતાડનાર રાજસ્થાનના ચાર શખ્સોને ફરારી જાહેર કરાયા છે, અને શોધખોળ હાથ ધરી છે. આ દરોડા ને લઈને જામનગરના પોલીસબેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી.

આ દરોડાની વિગત એવી છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ- ગાંધીનગર ની ટીમ દ્વારા ગઈકાલે રાજકોટમાં દારૂ અંગે દરોડો પાડી 120 પેટી ઈંગ્લીશ દારુના જથ્થા સાથે એક રાજસ્થાની ઝડપી લીધો હતો. જેની ઊંડાણપૂર્વક ની પૂછપરછ દરમિયાન તેઓએ ચાર શખ્સો ની ટોળકીએ મળીને રાજસ્થાન થી ઇંગ્લિશ દારૂનો માટબર જથ્થો આયાત કર્યો હોવાનું અને વધારાનો દારૂનો જથ્થો જામનગરના દરેડ વિસ્તારમાં એક ગોદામ ભાડે રાખીને ત્યાં સંતાડીને રાખ્યો હોવાની કબુલાત કરી દીધી હતી.

દારૂના ધંધાર્થીઓની ગેંગ દ્વારા અન્ય રાજ્યમાંથી દારૂનો જથ્થો આયાત કરીને કટીંગ કરવાના ભાગરૂપે અન્ય જિલ્લામાં સંતાડવામાં આવે છે, અને ત્યાંથી કટકે કટકે લઈને બીજા જિલ્લામાં વેચાણ કરવામાં આવે તેવી મોડસ ઓપરેન્ડી આચારવામાં આવી હતી. અને આ પ્રકારે પૂર્વ યોજિત કાવતરું ઘડીને મૂળ રાજસ્થાનના વતની એવા અનિલ સાહૂ બિશ્નોઇ ચિતલગામ- જિલ્લો સાચોર રાજસ્થાન નો વતની કે જે વિદેશી દારૂનો ધંધો ચલાવનાર અને કટીંગ કરનાર મુખ્ય આરોપી છે. તેના દ્વારા જામનગરમાં દારૂનો જથ્થો સંતાડવાનો પ્લાન ઘડી કાઢનાર ગોગી જબરામ બિશ્નોઇ કે જે રાજસ્થાનના સાચોર જિલ્લાના ચિત્તલ ગામનો વતની છે, અને તે પણ દારૂની પ્રવૃત્તિ ચલાવનાર અને કટીંગ કરનાર મુખ્ય આરોપી છે.

જેની સાથે રામનારાયણ અર્જુનસિંહ કે જે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો છે, અને હાલ સત્યમ પાર્ક એચ.આર. રોડ દરેડ- જામનગર કે જે દરેડ વિસ્તારમાં કરારના આધારે ગોડાઉન ભાડેથી રાખી અને તેમાં દારૂનો જથ્થો સંગ્રહ કર્યો હતો. 

ઉપરાંત તેની સાથે મુકેશકુમાર સુખરામ હરલાલ ગોદારા કે જે મૂળ રાજસ્થાનના સાચોર જિલ્લાના સરવાના ગામનો વતની છે, અને તે દરેડમાં ભાડા ના ગોડાઉનમાં દારૂનો જથ્થો સંગ્રહ કરી અને ડીલેવરી ની કામગીરી કરે છે અને ડ્રાઇવર તરીકે સમગ્ર પ્રક્રિયામાં જોડાયો છે. ઉપરોક્ત ચારેય આરોપીઓ દ્વારા પોતાના આર્થિક ફાયદા માટે રાજસ્થાનમાંથી જુદી જુદી બ્રાન્ડની 5,400 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી જથ્થો કે જેની કિંમત 22,69,800 જેટલી થાય છે.

જે દારૂ કટીંગ કરીને જામનગરના દરેડ વિસ્તારમાં ભવાની ફાર્મ નજીકના 160 નંબરના પ્લોટ માં આવેલા એક્ ગોદામમાં સંતાડ્યો હતો.જેથી ગઈકાલે મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ જામનગર આવી પહોંચી હતી, અને સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ઉપરોક્ત ગોદામ પર દરોડો પાડી દારૂ નો જથ્થો કબજે કરી લીધો હતો, જે દારૂનો જથ્થો પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપરત કરી દીધો છે.

જેમાં સરકાર પક્ષે સ્ટેટ મોનિટરિંગસેલ- ગાંધીનગરના હેડ કોન્સ્ટેબલ સાજણભાઈ વીરાભાઇએ જાતે ફરિયાદી બનીને રાજસ્થાનના વતની એવા ચારેય શખ્સો સામે દારૂની પ્રવૃત્તિ ચલાવવા અને સંગ્રહ કરાવવા માટેની ફરિયાદ નોંધાવી હતી. જે પ્રકરણમાં ચારેય આરોપીઓને ફરારી જાહેર કરાયા છે, અને આગળની તપાસ પંચ કોશી બી. ડિવિઝનના પી.એસ.આઈ.એમ.એ મોરી તપાસ ચલાવી રહ્યા છે. પહોંચી ગયો છે.


Google NewsGoogle News