જામનગરની સેવાભાવી સંસ્થા ઇન્ડિયન લાયોનેશ દ્વારા મકરસંક્રાંતિના પર્વની વિશેષ રૂપે ઉજવણી

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
જામનગરની સેવાભાવી સંસ્થા ઇન્ડિયન લાયોનેશ દ્વારા મકરસંક્રાંતિના પર્વની વિશેષ રૂપે ઉજવણી 1 - image


- સરકારી જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગના દર્દી મહિલાઓને કાટલાનું વિતરણ કરાયું

જામનગર,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર

જામનગરની સેવાભાવી સંસ્થા ઇન્ડિયન લાયોનેશ ના મહિલા સભ્યો દ્વારા મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષીને જી.જી. હોસ્પિટલ ના ગાયનેક વિભાગમાં દાખલ થયેલા મહિલા દર્દીઓ તથા પ્રસુતા બહેનોને 17 કિલો જેટલું ચોખા ઘી માંથી બનાવેલા કાટલાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 ઇન્ડિયન લાયોનેશ સંસ્થાના સર્વશ્રી પ્રીતિબેન ઓઝા, હંસાબેન રાવલ, પ્રતિભાબેન રામાનુજ, ગીતાબેન રાવલ, કુમુદબેન પાઠક, અલકાબેન વિઠલાણી, નિકિતાબેન કુંવરિયા, ઉષાબેન ગાંધી, રશ્મીબેન વ્યાસ, કાંતાબેન વાકોડે, હર્ષાબેન જોશી, દિનુબા સોઢા, પ્રજ્ઞાબા રાઠોડ સહિતના મેમ્બરોએ જાતે જ કાટલું તૈયાર કર્યું હતું, અને જી.જી. હોસ્પિટલ ના ગાયનેક વિભાગમાં ઉતરાયણ ના પર્વને અનુલક્ષીને દર્દી મહિલાઓને વિતરણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.


Google NewsGoogle News