Get The App

ધ્રોળના જાબીડા ગામમાં માતા સાથે ઝઘડો થયા પછી પુત્રનો ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Oct 7th, 2024


Google News
Google News
ધ્રોળના જાબીડા ગામમાં માતા સાથે ઝઘડો થયા પછી પુત્રનો ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

image : Freepik

Jamnagar Suicide Case : જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના જાબીડા ગામે રહેતા એક યુવાને પોતાની માતા સાથે ઘરના કામ બાબતે ઝઘડો થયા પછી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જેમાં ધ્રોલ પોલીસ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના જાબીડા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા જગદીશ પ્રેમજીભાઈ ડાભી નામના ૩૦ વર્ષના યુવાને ગઈકાલે પોતાની માતા સાથે ઘરના કામ બાબતે ઝઘડો થયો હતો, જેથી તેને મનમાં લાગી આવતાં પોતાના ઘેર લોખંડના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

 આથી તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ મુકેશભાઈ પ્રેમજીભાઈ ડાભીએ પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
JamnagarDhrolSuicide-Case

Google News
Google News